By | July 11, 2019

ભવિષ્યના જાણકાર એવા શબ્દોથી તો તમે બધા જ લોકો પરિચિત હશો. આપણી આસપાસ ઘણા લોકો એવા હોય છે કે જેને કુદરત દ્વારા અમુક ખાસ શક્તિ આપવામાં આવી હોય છે. અને તેના દ્વારા તે વ્યક્તિ પોતાના ભવિષ્ય વિશે અને ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે જાણકારી મેળવી શકતો હોય છે. દુનિયાની અંદર અનેક એવા વ્યક્તિઓ છે કે જેણે ભવિષ્ય વિશે વિવિધ પ્રકારની ભવિષ્યવાણીઓ કરી છે. અને આમાંની ઘણી બધી ભવિષ્યવાણી સાચી પડી છે.

આવા જ એક ભવિષ્યવેતા છે નાસ્ત્રેદમસ જેણે નાનપણ ની અંદર જ દુનિયાની અંદર બસો વર્ષ બાદ થનારી અનેક પ્રકારની ઘટનાઓ વિશે ભવિષ્યવાણી કરી હતી. નાસ્ત્રેદમસ દ્વારા અનેક પ્રકારની ભવિષ્યવાણીઓ કરવામાં આવી હતી. જેમાંની મોટાભાગની ભવિષ્યવાણીઓ સાચી ઠરિ છે. ભારત દેશની અંદર આવેલી સુનામી, બીજુ વિશ્વયુદ્ધ અને આ ઉપરાંત અનેક પ્રકારની ઘટનાઓ ની ભવિષ્યવાણી નાસ્ત્રેદમસે બસો વર્ષ પહેલાં જ કરી હતી.

વર્ષ 2019 ની અંદર પણ નાસ્ત્રેદમસે એક ખાસ ભવિષ્યવાણી કરી હતી. નાસ્ત્રેદમસે આજથી ૨૦૦ વર્ષ પહેલા એવું કહ્યું હતું કે વર્ષ 2019 ની અંદર પૃથ્વી પર તાપમાન એટલું બધું વધી જશે કે કોઇ પણ વ્યક્તિ તેની અંદર રહી શકશે નહીં. નાસ્ત્રેદમસે પોતાના ભવિષ્યવાણી ની બુક માં કહ્યું હતું કે વર્ષ 2019 ની અંદર પૃથ્વી પરનું તાપમાન એટલું બધું વધી જશે કે જેથી કરીને તેના ઉપર રહેલો બધો જ બરફ અને બધા જ શેરો ગણવાનું શરૂ થઈ જશે.

જેથી કરીને યુરોપીય દેશોની અંદર ખતરનાક આવશે અને જેથી કરીને ઘણી બધી જાનહાનિ અને માલ હાનિ થશે. આ ઉપરાંત નાસ્ત્રેદમસે એક એવી પણ ભવિષ્યવાણી કરી હતી કે જેની અંદર મધ્યપૂર્વીય દેશો ની અંદર ધર્મને લઇને અનેક પ્રકારના મોટા હોબાળો થશે. અને તેના કારણે વિનાશકારી યુદ્ધ પણ શરૂ થશે. સાથે-સાથે નાસ્ત્રેદમસે વર્ષ 2019 ની અંદર ત્રીજા વિશ્વયુદ્ધ વિશેની પણ ભવિષ્યવાણી કરી હતી. અને તેણે તો ત્યાં સુધી પણ કહ્યું હતું કે આ ત્રીજું વિશ્વયુદ્ધ અંદાજે ૫૦ વર્ષ સુધી ચાલશે.

આમ આજથી ૨૦૦ વર્ષ પહેલા જ નાસ્ત્રેદમસે ભવિષ્યવાણી કરી હતી કે વર્ષ 2019 ની અંદર પૃથ્વી ઉપર ભયંકર વિનાશ થશે. જેની અંદર વ્યક્તિઓ મોતને ઘાટ ઉતરી જશે અને દરેક દેશો ઉપર ભયંકર વિનાશનો ખતરો તોળાઇ રહ્યો છે.