By | July 11, 2019

આપણા દેશમાં ઘણા એવા રહસ્યમઈ અને ચમત્કારી મંદિરો આવેલા છે. જ્યાં ભગવાન ઉપર શ્રદ્ધા રાખવાથી ઘણી ઈચ્છા પૂરી  થાય છે. બહુ બધા લોકો ચમત્કારી મંદિરના દર્શન કરવા માટે દુર દુરથી જતા હોય છે. આજે અમે તમને એક ખોડીયાર માતા ના મંદિરમાં થયેલા પરચા  વિશે જણાવીશું જે જાણીને ગામના લોકો  તે જગ્યા એ દર્શન કરવા ભારે સંખ્યામાં જવા લાગ્યા  હતા. આ વાત છે મહિસાગર જિલ્લામાં પલ્લા ગામની આ ગામમાં  એક અદ્ભુત  કિસ્સો બની ગયો છે

લુણાવાડાના પાલ્લા ગામમાં આવેલા ખોડીયાર મંદિરમાં મગરના દર્શન થતા લોકોના ભારે સંખ્યા ઉમટ્યા હતા. મહિસાગર જિલ્લાના પાલ્લા ગામમાં ખોડિયાર માતાના મંદિરમાં એકવાર ચોરીનો કિસ્સો બન્યો હતો.

આ ખોડિયાર મંદિરમાં ચોરી થયા પછી  એક મગર આવી ગયો. અને પછી તેના દર્શન કરવા માટે ગામના લોકોના ટોળા આવ્યા હતા. આપણે બધા જાણીએ જ છીએ કે ખોડિયાર માતાનું વાહન મગર છે. એને જોઇને લોકોએ કંકુ છાંટીને તેના દર્શન પણ કર્યા . પણ જયારે  આ કિસ્સાની જાણ  વનવિભાગના લોકોને થઇ તો તેઓ મગરને પકડવા માટે  ત્યાં પહોચી ગયા હતા. વન વિભાગની મગર પકડવાની કામગીરીમાં અમુક લોકોનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. મંદિરની નજીક તળાવ પણ  આવેલું છે  તેથી મગર તેમાંથી આવ્યો હોવાની શંકા હતી. લોકોએ મગર પર કંકુ છાંટીને તેને ભાગવાનો પરચો ગણાવ્યો હતો. ઘણા લોકો એવી ચર્ચા કરતા હતા કે ખોડીયારમાં  એ મંદિરની રક્ષા કરવા  માટે મગરને મોકલ્યો છે.

મંદિરમાં આવેલા આ મગરને ખોડીયાર માં એ મોકલ્યો હોવાનું સમજીને એને ચમત્કાર ગણી અને લોકોએ તેના  પર કંકુ છાંટ્યું હતું અને અનેક લોકોએ મગરનાં દર્શન કરવાનો લાભ લીધો હતો. વનવિભાગ એ જણાવ્યું કે મગર માતાજીના વાહન તરીકે પૂજાતો હોવાથી લોકોએ મગર ને પકડવા માટે ના પાડી હતી. વન વિભાગે ઘણા સમજાવ્યા પછી બે કલાક બાદ મગરને પકડવામાં આવ્યો હતો.

આ ખોડીયાર મંદિરમાં અંદર મગર આવી  ગયો હતો. મહિસાગરના ડેપ્યુટી કનર્ઝવેટર ઑફ ફોરેસ આરએમ પરમારે કહ્યું હતું કે ગામના લોકો ભેગા થઇ જતા મગર પકડવામાં થોડી મુશ્કેલી થઇ હતી. પરમારે પીટીઆઈને જણાવ્યા મુજબ કહ્યું કે મગર ખોરાકની શોધમાં 4-5 કિલોમીટર સુધી જતો હોય છે. એ જગ્યાના નજીકમાં મહિસાગર નદીમાં જ આ પ્રકારના મગરો જોવા મળે છે.

જે મંદિરમાં આવેલો મગર હતો તે ફક્ત 4 વર્ષનો જ હતો. આ મગર ને પકડીને નદીમાં મૂકી દેવામાં આવ્યો હતો. જોકે મંદિરમાંથી દાનપેટી કોણે અને કઈ રીતે ચોરી એ વિષે હજી સુધી કોઈ માહિતી મળી નથી.