By | July 11, 2019

મેહુલ અને ચિરાગ છેલ્લા ઘણા સમયથી  એકબીજા સાથે વાત કરતા ન હતા . બંને ભાઈ વ્યવસાયે વકીલ હતા અને બંને એકબીજાથી સ્વતંત્ર વકીલાત કરતા હતા. એક સિવિલ કેસ લેતો હતો અને એક ફોજદારી. બંને ભાઈઓને સામસામે કેસ લડવાના કેસ  ક્યારેય ઊભા થતાં નહીં. પણ  એકવાર અચાનક જ એક આરોપી બંને પ્રકારના કેસમાં ફસાયેલ હતો અને તે કેસમાં બંને ભાઈઓ કોર્ટમાં  સામસામે આવી ગયા. બંને વચ્ચે અબોલા થઈ ગયા કારણ કે એકની હાર બીજાની જીત બની.

ત્યારથી બંને વચ્ચે બોલવાના વેવાર પુરા થઈ ગયા સમય પસાર થતો ગયો તેમ તેમના સંબધોમાં કડવાસ વધતી ગઈ. સગા સંબંધીઓ અને બીજા  બધા જાણી ગયા કે બંને એકબીજાને દુશ્મન માને છે. પછી તો જ્યારે કોઈ પણ પ્રસંગ હોય અને બંને ભાઈઓને બોલાવતા હોય અને જો બંને ભાઈઓ હાજર હોય તો લોકોની નજર એમની સામેજ રહેતી. તેમના વ્યવહાર વાણી વર્તન બધા કુતૂહલતાથી જોયા કરે. લોકોના માટે તે એક મનરંજન  થઈ જતું.

મમતાબહેને એકવાર કહેલું તમે બંને એક જ માતા ના પેટે જન્મેલા એક જ ઘરમાં મોટા થયેલા છો એક પિતાની આંગળી પકડીને બહાર નીકળેલા છો તો આવુ બધું શું કામ ભૂલી જાઓ છો. મુકો આ વટ અને એક થઇ જાવ. પરંતુ બંને દિકરાઓએ મા ની વાત માની જ નહિ તને કંઈ સમજ ના પડે તેમ કહીને મા ને બંધકરી દીધી. મમતાબેન મન માં છે પીડાય છે દુભાય છે.પણ  મનની વેદના મનમાં જ રાખે છે તેના લીધે તેમનું શરીર કમઝોર થવા  માંડ્યું. વારવાર છાતીમાં દુખાવો થાય  અને દિવસો સુધી માથું દુખે ચક્કર આવે ખેંચ આવે પણ રમેશભાઈ પાસે તે કઈ વાત કરે નહિ

રમેશભાઈ અને મમતા બહેનને જીવનમાંથી રસ જ ઊડી ગયો પરંતુ જીવ્યા વગર થોડું ચાલે. એક દિવસ રમેશ ભાઈ દુકાને ગયા હતા અને મમતાબહેનને અચાનક છાતીમાં પીડા ઉપડી બાજુમાં રહેતા ચંપા બેન એ તાત્કાલિક રમેશભાઈ ને ફોન કર્યો અને આ ખબર આપી અને ડોક્ટરને બોલાવ્યા ડોક્ટરે દવાખાનામાં દાખલ કરવાની માટે કહ્યું. દવાખાનામાં દાખલ કર્યા બંને છોકરાઓને ખબર પડી તો બને દોડતા આવ્યા.

એક છોકરો માં ની ડાબી બાજુ બેઠો અને બીજો જમણી બાજુ. બંને રમેશભાઈ સાથે તેમની તબિયતની વાત કરે છે પરંતુ બંને એકબીજા સામે  બોલતા નથી. મમતાબહેન બેહોશ  અવસ્થામાં હતા. તે ભાનમાં આવ્યા અને બંને દીકરાઓને તેમની પાસે બેસેલા જોયા. અને ખુશ થઇ ગયા તેમને થયું કે મારી બગડેલી તબિયતએ બંનેને બોલતા કર્યા. તેની સાથે તેમણે પૂછ્યું કે બંને બોલતા થઇ ગયા? અને બંને બોલ્યા નહીં મમતાબહેને પ્રશ્નાર્થ દ્રષ્ટિ થી પતિ સામે જોયું પતિ જાણતા હતાં કે જો સાચી વાત કેશે તો મમતાને દુઃખ થશે પરંતુ તે પત્નીને ખોટું ણ બોલી શક્યા. તેમને દુખ થી ના કહ્યું મમતાબહેન બોલી ઉઠ્યા કે શું થયું છે તમને ક્યાં સુધી રાહ જોવાની આ સાંભળી તેમણે આંખો બંધ કરી  દીધી.

રમેશભાઈને અચંભો પડયો કે પત્ની હૃદયમાં આ ઈચ્છા લઈને મરી જશે કે શું. દીકરાઓના હૃદય પીગળશે નહીં? એમની મા ની ઈચ્છા પૂરી નહીં થાય દરેક મા-બાપની ઈચ્છા હોય કે તેમના સંતાનો સાથે  રહે. શું અમારી ઈચ્છા પૂરી  નહીં થાય. તેમણે વ્યાકુળ હદયે દીકરાઓની સામે જોયું તેની આંખોમાં જ ઠપકો  હતો એક ફરિયાદ હતી. થોડીવાર રહી મમતાબેને આંખો ખોલી મેહુલ બોલ્યો તને જોવાનું સુખ મળતું હોય તો હું બોલું તારા માટે બોલું મમતા બહેન ખુબ ચિડાઈ ગયા અને બોલ્યા તમે બંને ભાઈઓ છો તમારે તમારા માટે બોલવાનું છે. તમે સાથે હશો તો તમારી હિમત વધશે.

આટલું બોલતા બોલતા તો તેમને ખૂબ દુખ પડ્યું. તને શ્વાસ ચડે રમેશભાઈ બૂમ પાડી સિસ્ટર દોડી ડોક્ટર પાછળ-પાછળ આવ્યો. બે ઇન્જેક્શન લગાવ્યા અને સિસ્ટર એ બધાને બહાર મોકલ્યા. અને કહ્યું કે રમેશભાઈને દર્દીને ડિસ્ટર્બ થાય તેવું કઈ પણ થવું ના જોઈએ. આવું કરો તો પછી અમને ફરિયાદ ન કરતા . દીકરાઓને હવે લાગ્યું કે માં હવે છેલ્લી ઘડીઓ ગણી રહી છે. માં જઈ રહી છે હમેશ  માટે. આ ઘડી વીતી જશે અને બધું જ મનમાં રહી જશે. મા ને સંતોષ આપવાનો અવસર ફરીથી નહીં મળે. માં જશે પછી આપણને કોણ સાથે રહેવાનું  કહેશે.

બંને જણ ને બાણપણ યાદ આવી ગયું. નાના હતા અને તે ઝઘડો કરતા હતા મારામારી કરતા હતા. એકબીજાની વસ્તુઓ લઈને પતાવી દેતા હતા. એ બધું થોડી વાર  માટે તેમની સામે આવી ગયુ. બાળપણમાં થી બધું જ ભૂલી શકતા કોણે કોની વસ્તુ તોડી તે બધું ભૂલી જતા તો હવે કેમ નથી ભૂલી શકતા ક્યાં ગઈ આપણી સરળતા.  ક્યાં ગયું એ ડહાપણ, ક્યાં ગયું એ બાળપણ. માં બંનેને  સાચું કહેતી અને તેમના કહેવા મુજબ બંને રહેતા  હતા એ ખુશ રહેતા હતા તો અત્યારે કેમ માની વાત નથી માનતા.

અબોલા થયા ત્યારથી માં બહુ દુખી છે તે વાત બંને જાણે છે. પણ માના દુઃખ થી કેમ તેઓ દુઃખી નથી થતા. તેઓ કેમ આવા નિર્દય અને ઘમંડી થઈ ગયા છે? હવે મા ઉપર પ્રેમ નથી મા ની એમને જરૂર નથી બન્નેનાં હૃદયમાં આવા સવાલો થવા માંડ્યા  અને પસ્તાવો પણ થાય છે બંને એકબીજા સામું જોયુ  બંનેની આંખો આંસુથી ભરાઈ ગઈ બંનેના મોઢા ઉપર લાગણી એક જ હતી.

એક એ  હાથ લંબાવ્યો અને બીજાએ થામી લીધો. રમેશભાઈ એ આ જોયુ તો તેમને ખુબ જ શાંતિ થઈ. મનોમન બોલ્યા મમતા તું જલદી બરાબર  થઈ જા તારા દીકરાઓ સાથે થઈ ગયા છે. થોડા કલાક પછી ડોક્ટરે મમતાબેનને  રૂમમાં જવાની છૂટ આપી ત્યારે બંને ભાઈઓ હાથ પકડીને સાથે જ ગયા મમતાબહેને આ જોયું અને તે જોતાં જ રહી ગયા તેમનું મન ખુશ ખુશ થઈ ગયુ કે હાશ દીકરાઓ વચ્ચે હવે કોઈ દુશ્મનાવટ નથી. તેઓ ઈશ્વરનો આભાર માન્યો.